January 30, 2022

NMMS EXAM OLD PAPERS

નેશનલ મીન્સ કમમેરીટ સ્કોલરશીપ

( N.M.M.S.) 

    રાજ્યમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમમેરીટ સ્કોલરશીપ( N.M.M.S.) નામની યોજના MHRD, NEW DILHI તરફથી અમલમાં મુકવામાં આવેલ છે.

શિષ્યવૃત્તિની રકમ તથા ચુકવણીના નિયમો :

પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ. 1000 લેખે વાર્ષિક 12000/- રૂ. મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
શિષ્યવૃત્તિની રકમ MHRDદ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં NATIONAL SCHOLARSHIP PORTAL મારફતે થશે.

પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ :

MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી : 90 પ્રશ્નો : 90 ગુણ : ( 90 મિનીટ)
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી : 90 પ્રશ્નો : 90 ગુણ : ( 90 મિનીટ)

અભ્યાસક્રમ :

 
MAT બૌદ્ધિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય ( ANALOGY), વર્ગીકરણ ( CLASSIFICATION), સંખ્યાત્મક શ્રેણી ( NUMERICAL SERIES), પેટર્ન (PATTERN), છુપાયેલી આકૃતિ ( HIDDEN FIGURE) વગેરેનો સમાવેશ થશે.

SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નોમાં ધોરણ -7 અને ધોરણ-8 ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે.
            ધોરણ -7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે.
            ધોરણ- 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.


ક્વોલીફાઈંગ ગુણ : 
 જનરલ અને ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને 40% ગુણ  મેળવવાના રહેશે તથા એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને 32% ગુણ મેળવવાના રહેશે.

ક્વોલીફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર - કેટેગરી વાર નક્કી થયેલ ક્વોટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાથીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે.


NMMS EXAM OLD PAPERS


ANSWER KEY


માહિતી સંકલન :- ઈશ્વરસિંહ જશવંતસિંહ બારીઆ, કારઠ પ્રાથમિક શાળા, ઝાલોદ.

No comments:

Post a Comment

Thanks for visiting my blog...