May 14, 2020

જાણો ગેદલી વિશે...

#ગેદલી
#ગલેલી

દક્ષિણ ગુજરાતમાં શિયાળાની સિઝન પત્યા બાદ તાડના વૃક્ષ પરથી તાડી નીકળવાની બંધ થાય  પછી તાડનાં વૃક્ષને ગેદલી લાગે છે. જેને ગેદલી કે ગલેલી તરીકે પણ ઓળખવામાં છે. દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ જેવા કે તાપી, નવસારી,ડાંગ,વલસાડના ડુંગરાળ,પથરાળ વિસ્તારમાં થાય છે.

આદિવાસીઓ માટે આ ફળ રોજગારીનું પણ એક સાધન છે.જેનું વેચાણ કરીને આદિવાસીઓ ઉનાળામાં પોતાના માટે આવકનું  સર્જન કરે છે.

ગરમીના સમયમાં એવા ઘણા ફળ હોય છે.જે આપણા શરીર માટે ઘણા જરૂરી હોય છે. કેમ કે આ ફળ ગરમીના વધતા તાપમાનમાં રાહત પહોચાડે છે.સાથે જ શરીરમાં પાણીની ઉણપ ને દુર કરવાનું કામ પણ કરે છે. એવા જ ફળમાનું એક છે. તાડફળી(તાડ)નું ફળ જેની તાસીર અને આકાર લીચીના ફળ જેવો હોય છે. તેથી તે આઈસ એપ્પલ કે ગલેલી કે ગેદલી ના નામથી પણ ઓળખવામાં આવે છે. તાડફળીના ફળ બીજા ફળ જેમ જ શરીરને તાજું માજુ રાખે છે. અને તે ઘણી બીમારીઓથી રાહત પહોચાડવાનું કામ કરે છે.

આ ફળમાં વિટામીન બી, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ ના ગુણ મળી આવે છે. જે શરીર માટે ફાયદાકારક હોય છે. તેનું જ્યુસ શરીરમાં પાણીની ઉણપ પૂરી પાડે છે. જેથી શરીરને એનર્જી મળે છે. આ ફળનો સ્વાદ નારીયેલના ફળ જેવો હોય છે. તો આવો જાણીએ ગલેલી થી મળતા થોડા ફાયદા વિષે.

એસીડીટી દૂર કરે

ગલેલી માં ઘણા મહત્વના પોષક તત્વો મળી આવે છે.જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. તે શરીરમાં પાણીની ઉણપ દુર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે. જેથી પાચનક્રિયા સારી રીતે કામ કરે છે. પેટના દુખાવો, એસીડીટી જેવી તકલીફોથી છુટકારો મળે છે. ગરમીના સમયમાં તેના રસનું રોજ સેવન કરો.

શરીરનું તાપમાન નિયંત્રિત રાખે

ગરમીની ઋતુમાં તાપમાન વધવાથી શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે જેથી ત્વચામાં બળતરા અને ડીહાઈડ્રેશન ની તકલીફ ઉભી થવા લાગે છે આ તકલીફથી છુટકારો મેળવવા માટે ગલેલી મહત્વની ભુમિકા નિભાવે છે. તે શરીરને ઠંડક આપીને તાઝગી પૂરી પાડે છે.

એનર્જી વધારે

ગલેલીમાં હાઈ કેલેરી સાથે પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ મળી આવે છે જે શરીરમાં ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. તેનાથી શરીરમાં થાક કે નબળાઈનો અનુભવ થતો નથી અને શરીર તાજું માજુ બની રહે છે.


No comments:

Post a Comment

Thanks for visiting my blog...