May 09, 2020

E - GR By મહેશકુમાર સાંગાણી. CRC Co. 🎙️ સિલ્ધા ,જી.વલસાડ

*E-GR* એ ગુજરાતની તમામ શાળાઓમાં ઉપયોગમાં લઈ શકાય તેવી MS EXCEL માં વિવિધ ફોર્મ્યુલાના ઉપયોગ કરી બનાવવામાં આવેલ એક ફાઈલ છે. તૈયાર કરનાર: મહેશકુમાર સાંગાણી CRC Co. 🎙️ સિલ્ધા જી.વલસાડ

*E-GR* એ ગુજરાતની તમામ શાળાઓમાં ઉપયોગમાં લઈ શકાય તેવી MS EXCEL માં વિવિધ ફોર્મ્યુલાના ઉપયોગ કરી બનાવવામાં આવેલ એક ફાઈલ છે. આ *E-GR* ના ઉપયોગથી તમે શાળામાં વિવિધ પ્રમાણપત્રોની કામગીરી સરળતાથી ચોકસાઈ પૂર્વક અને ત્વરિત  તથા ભૂલ રહિત કરી શકો છો. જેમ કે,
1. શાળા છોડયા પ્રમાણપત્ર
2. જન્મ તારીખનું પ્રમાણપત્ર
3. બોનોફાઇડ પ્રમાણપત્ર
4. બાળકનું ઓળખપત્ર
5. બાળકની પ્રોફાઈલ
6. બેન્કિંગ વિગતો
7. શિષ્યવૃતિ અને સાયકલ સહાયની વિગતો.
8. ટ્રાયલ સર્ટિફિકેટ
9. બાળક NOC પત્ર
10. L.C માટેની અરજી
11. માહિતીનું sorting, filtration વગેરે...
        આપણી શાળાઓમાં ઘણા વય પત્રક(જનરલ રજિસ્ટર) તો 100 કે વધુ વર્ષ જુના હોય તેને અટકતા કે પાના ઉથલાવતા જ ફાટી જવાનો ડર હોય છે જો આપણે એક વખત આ તમામ વય પત્રકની માહિતી ચોકસાઈ પૂર્વક આ *E-GR* મા અપડેટ કરી દઈશું તો આપણી પાસે શાળાની અતિ મહત્વની માહિતી સોફટ ફાઈલમાં આવી જશે જેને આગ, પાણી , પવન કે અન્ય રીતે નુકશાન નહીં થાય. આ ઉપરાંત આપણી શાળામાં અગાઉ અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓની માહિતી આપણી પાસે આંગળીના ટેરવે આવી જાય છે જેથી આપણે માનવશકિતનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. 

           આ ફાઈલ 3 વર્જનમાં બનાવવામાં આવી છે 


આપેલી લિંક મારફતે આપ google drive માંથી ડાઉનલોડ કરી શકો છે.

✒️ *નોંધ. આ ફાઈલ મેં વર્ષ 2015 મા બનાવેલ હતી અને ગુજરાતમાં આશરે 4000 થી વધુ શાળાઓમાં ઉપયોગ થાય છે તથા 700 થી વધુ શાળાઓના લોગોને મેં સેટ કરી આપેલા છે. આ લિંક દ્વારા મુકવામાં આવેલ ફાઈલ લેટેસ્ટ ફાઈલ છે. જેનો ઉપયોગ કરવા સહુ મિત્રોને વિનંતી.. આ ફાઇલનો  *Defout Password.-   123* છે જેને આપ બદલી શકશો જેથી આપણી માહિતી સુરક્ષિત રહે છે. એક કમ્પ્યુટરમાં એક કરતા વધુ લોકો કામ કરતા હોય તો પણ આ પાસવર્ડ વિના ડેટામાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.

🙋🏻‍♂️ મહેશકુમાર સાંગાણી CRC Co. 🎙️ સિલ્ધા જી.વલસાડ
📱 9898737380

No comments:

Post a Comment

Thanks for visiting my blog...